#daduji
卐 सत्यराम सा 卐
चंद सूर पावक पवन, पाणी का मत सार ।
धरती अंबर रात दिन, तरुवर फलैं अपार ॥
छाजन भोजन परमार्थी, आतम देव आधार ।
साधु सेवक राम के, दादू पर उपकार ॥
----------------------------------------
કોયલે પોતાના કંઠ નો કોપી રાઇટ કરાવ્યો જ નથી ..કારણ કે તેને ત્યાં ધન નું ચલણ છે જ નહીં .. વૃક્ષ ને છાયો આપી રોકડી કરવાનું ભાન નથી ... નદી પોતાનું પવિત્ર જળ ચાલાકી વગર અને કોઈ નું મુખ જોયા વગર આપે છે ..સૂર્ય નારાયણ અજવાળું આપતી વખતે કોઈ ના કરતૂત ને જોતા જ નથી એવી એમને ફુરસદ નથી .એ એવું જોવા રહે તો અરાજકતા ફેલાઈ જાય .. ધરતી માતા અપાર રસ -અન્ન -ફળ આપે છે ... જ્યારથી માણસ રોકડી કરવાનું શીખ્યો ત્યાર થી અશાંતિ - અજંપા - અકળામણ ને પોષણ મળી ગયું ....................રોકડી કરવાની વાત આવી છે ત્યારે કહી જ દઉં કે સંતો પણ રોકડી કરે છે ..હા ..પગ ખોડી ને કહી રહ્યો છે ....કોઈ ના ભય વગર કહી રહ્યો છું ,મારા વ્હાલા સંતો પણ ના નહીં પાડી શકે ..સંતો રોકડો આનંદ મેળવી લે છે ..આનંદ એમના ખોળા માં ખેલવા અધિરો બને છે ..પ્રસન્નતા ની એ અનાયાસે રોકડી કરે છે ..પ્રસન્નતા એમને છોડી શકતી નથી ..અંતકાળે સંતો ના ચહેરા પર પરમ સંતોષ ની લકીરો ખેંચાયેલી જોવા મળે છે .............

कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें